HomeGujaratમોરબીના ખાખરાળા ગામની સીમમા બંધ પડેલ ઓઇલમીલના શેડમાં રાખેલા 150 મણ જીરુની...

મોરબીના ખાખરાળા ગામની સીમમા બંધ પડેલ ઓઇલમીલના શેડમાં રાખેલા 150 મણ જીરુની ચોરી

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેતા અને મૂળ પીપળીયા ગામના વતની હસમુખભાઇ લક્ષ્મણભાઈ કોઠીયાએ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી હસમુખભાઇએ પોતાની તેમજ ભાગવી રાખેલ સીમ જમીન નીપજેલ જીરૂ હસમુખભાઇ પાસે આ જીરૂ રાખવાની સગવડ ન હોય જેથી સાથી ભગવાનજીભાઇ ભવાનભાઇ સદાતીયા રહે.મોરબી વાળાના ખાખરાળા ગામે બંધ પડેલ વિષ્ણુ ઓઇલમીલના શેડમાં રાખેલ હોય જેમાથી અજાણ્યા ચોર ઇસમોએ આશરે 150 મણ કિંમત રૂ. 4,50,000નું જીરૂ ચોરી ગયા હતા. આ મામલે પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW