HomeGujaratવાંકાનેરમાં લેબના કર્મચારીએ જ લેબનો રૂ. 1.45લાખનો સામાન ફેકી દીધો

વાંકાનેરમાં લેબના કર્મચારીએ જ લેબનો રૂ. 1.45લાખનો સામાન ફેકી દીધો

રાજકોટના શ્યામ વાટીકામાં રહેતા અશ્વિનભાઇ છગનભાઇ રૈયાણીએ આરોપી અલ્પેશભાઇ રતીલાલ જોલપરા રહે.ગાયત્રી મંદીર પાસે,વાંકાનેર જી.મોરબીવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આરોપી અલ્પેશભાઇ જોલપરાએ વાંકાનેર શીત કેન્દ્રમાં રોજમદાર તરીકે કામ કરતો હોય અને શીત કેન્દ્રમાં લેબોરેટરીમાં રાખેલ કોમ્પ્યુટર સીસ્ટમ જેમા CPU તથા મોનીટર વિગેરે મળી કિ.રૂ.87,000, વજન કાંટાનુ મોડ્યુઅલ કિ.રૂ. 30,000, C.C.T.V કેમેરા નંગ-04 કિ.રૂ. 14,000 (૪) UPS નંગ-02 કિ.રૂ. 13,000, નેટ માટેનુ N.V.R (નેટવર્ક સ્વીચ) કિ.રૂ. 1000 મળી કિ.રૂ. 1,45,000નો માલસામાન લઇ જઇ શીતકેન્દ્રમાં આવેલ સ્લજ ટેંકમા ફેકી દઇ નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW