મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા રાજાશાહી સમયના રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ઊંચા પ્લેટ ફોર્મની માગણી બાદ પ્લેટફોર્મ ઊંચું કર્યું હતું. જોકે હવે રેલવે તંત્ર સ્ટેશનની જાળવણીમાં ઊણું ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રેલવે સ્ટેશન આસપાસ બાવળ અને જાળી જાખર નું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને અહીં નશા ખોર અને આવારા તત્વ પડ્યા પાથર્યા રહે છે. અહીં કાયમી આરપીએફ જવાન મુકવાની માગણી છે તે પણ રેલવે તંત્ર પુરી કરી શક્યુ નથી.

