મોરબીના વેપારી કે જેઓ કોકોપીટ નામની વસ્તુનું પ્રોકટશન કરતા હોય અને તેઓને પોતાનો વેપાર વિદેશમાં કરવો હોય જેથી તેઓ ગુગલસર્ચ ઉપર તપાસ કરતા ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી. કંપની તથા જી.બી.એફ.એસ. વીંગ્સ પ્રા.લી. કંપનીનો સંપર્ક સાધતા આ વેપારીને ઓનલાઇન માહિતી આપી તેઓની પ્રોડકટનું હોગંકોગની ACES TRADING નામની કંપનીમાં ડીલીંગ કરાવી આપવાના બહાના તળે આ બન્ને કંપનીના માલીક, મેનેજર તથા એમ્પોય એમ બધા સંગઠીત થઇ અલગ-અલગ સ્કીમો તથા તેના ચાર્જ તળે કંપનીના ડાયરેકટર, મેનેજર તથા કંપનીમાં કામ કરતા કર્મચારીઓ મારફતે વોટસઅપ, ટેલીફોનનીક વાતચીત તથા ઇ-મેઇલ સંદેશા વ્યવહાર મારફતે ફરીયાદી દેવેન્દ્રભાઇ નરસિંહભાઇ દેત્રોજા રહે. મોરબી વાળા એવીયર ઇમ્પેક્ષ નામની કંપની ચલાવી કોકોપીટનું પ્રોડકટ વિદેશમાં એક્ષ્પોર્ટ કરવાના બહાને ફરીયાદી પાસેથી સને 2023 થી 2025 સુધીમાં અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.1,72,88,400ની રકમનું ટ્રાન્ઝેકશન કરાવી ફરીયાદીને હોંગકોગમાં કોઇ જ વેપાર ધંધો કે માલ એક્ષ્પોર્ટ ન કરાવી આપતા દેવેન્દ્રભાઇએ આ ત્રણેય કંપની સામે રૂ.1,72,88,400 જેટલા નાણા પડાવી લેવા અંગે સાયબર ક્રાઇમ ફ્રોડ આચેરલની ફરીયાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હોય.
આ ગુનાની તપાસના કામે તાત્કાલિક આરોપીઓની ટેકનીકલી માહિતી ભેગી કરી પોલીસે ટીમ બનાવી દિલ્લી મુકામે તપાસ કરતા આ ગુનો આચરનાર મુખ્ય આરોપીએ ફ્રોડથી મેળવેલ નાણા પોતાના પિતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હોય જે નાણા ફ્રોડના હોવાનું અટક કરેલ આરોપી જાણતો હોવા છતાં તે નાણા પોતાના અંગત ફાયદામાં વાપરેલ હોય જેથી આરોપીને દિલ્હી ખાતેથી હ્યુમનસોર્સ મારફતે હકીકત મેળવી સાયબર ક્રાઈમ પોલીસે તે આરોપી જયકિશન ભાનારામ સિંગલાને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

