Sunday, January 18, 2026
HomeNationalસાઉદી અરબમાં બસ અકસ્માત માં 42 ભારતીયોના મોત:મક્કાથી મદીના જઈ રહેલી શ્રદ્ધાળુઓની...

સાઉદી અરબમાં બસ અકસ્માત માં 42 ભારતીયોના મોત:મક્કાથી મદીના જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ

સોમવારે મોડી રાત્રે સાઉદી અરેબમાં થયેલા રોડ અકસ્માતમાં 42 ભારતીયોનાં મોત થયા . મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી અને તેમાં ભીષણ આગ લાગી હતી. 20 મહિલાઓ અને 11 બાળકોનો ના મોત આ અકસ્માતમાં માત્ર ડ્રાઇવર જ બચી ગયો હતો.

મોટાભાગના મૃતકો હૈદરાબાદના હોવાનું કહેવાય છે. આ અકસ્માત મદીનાથી લગભગ 160 કિલોમીટર દૂર મુહરાસ નજીક ભારતીય સમય મુજબર આશરે 2 વાગ્યે થયો હતો. તે સમયે ઘણા મુસાફરો સૂઈ રહ્યા હતા અને તેમને બસમાંથી બહાર નીકળવાની તક જ મળી નહીં.

તેલંગાણા સરકારે કહ્યું કે તેઓ રિયાધમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીમાં હાજર અધિકારીઓને દૂતાવાસ સાથે સંપર્કમાં રહીને પીડિતોની ઓળખ કરવા અને અન્ય તમામ મદદ કરવા નિર્દેશ આપ્યો છે.

ભારતીય દૂતાવાસે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. “સાઉદી અરેબિયાના મદીના નજીક ભારતીય ઉમરાહ યાત્રાળુઓ સાથે થયેલા દુ:ખદ બસ અકસ્માતને ધ્યાનમાં રાખીને, દૂતાવાસે જણાવ્યું હતું કે, જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ ખાતે 24×7 કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર 8002440003 છે.

આ ઘટના બાદ, તેલંગાણા સરકારે પરિવારો તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકે તે માટે સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. પરિવારના સભ્યો નીચેના નંબરો પર સંપર્ક કરી શકે છે: 79979-59754 અને 99129-19545

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,210SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page