HomeGujaratમિતાણાથી વીરવાવ રોડનું રૂ. 222.83 લાખના ખર્ચે રીસર્ફેસિંગ કામ હાથ ધરાયું

મિતાણાથી વીરવાવ રોડનું રૂ. 222.83 લાખના ખર્ચે રીસર્ફેસિંગ કામ હાથ ધરાયું

મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મીતાણા થી વિરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. રૂ. 222.83 લાખના ખર્ચે નવીનીકરણ થનાર આ ૬ કિલોમીટર જેટલા લાંબા માર્ગથી ગ્રામ્ય પરિવહન સુગમ બનશે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનો આ માર્ગ મીતાણા, વીરવાવ, ગણેશપર અને આંબેડકરનગરને જોડે છે. આ રોડના રિસર્ફેસિંગથી આ ગામડાઓ વચ્ચેનું પરિવહન વધુ સુલભ બનશે. આ માર્ગ પર ગણેશપર અને વીરવાવ વચ્ચે આવેલ કોઝવે પર ચોમાસામાં પાણી ફરી મળતા દર વખતે આ બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. આ કામમાં આ કોઝવે પર પોલિયા નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પુલિયાનું નિર્માણ થતાં ચોમાસામાં આ બંને ગામોના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ આવશે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW