HomeGujaratવાંકાનેરના હસનપર ગામેથી એકસાથે બે બાઈક ચોરીની ફરિયાદ નોધાઇ

વાંકાનેરના હસનપર ગામેથી એકસાથે બે બાઈક ચોરીની ફરિયાદ નોધાઇ

વાંકાનેરના હસનપર ગામેથી એકસાથે બે મોટરસાયકલની ચોરી થઈ છે. અજયભાઈ ભુપતભાઈ પરસોંડાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમના ઘર પાસે પાર્ક કરેલી બે હિરો સ્પ્લેન્ડર બાઇક અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા.

વાંકાનેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શિયાળાની શરૂઆત થતાં જ તસ્કરો વધુ સક્રિય બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

વાંકાનેર સિટી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શહેરમાં વધી રહેલા ચોરીના બનાવોને ધ્યાનમાં રાખીને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવું જરૂરી બન્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW