HomeGujaratમોરબી પ્રેસ મીડિયા એસો. આયોજિત ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પમાં 750 થી...

મોરબી પ્રેસ મીડિયા એસો. આયોજિત ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પમાં 750 થી વધુ દર્દીઓએ ચેકઅપ અને નિદાન કરાવ્યું

મોરબીના જલારામ મંદિર ખાતે રવિવારે પ્રેસ મીડિયા એસોસિએશન દ્વારા નિશુલ્ક મેડિકલ ચેક અપ અને નિશુલ્ક દવા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્રી મેડીકલ અને ફ્રી દવાના કેમ્પમાં 750 લોકોએ લાભ લીધો.

ગઈકાલના રોજ મોરબી ખાતે પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ અને ફ્રી દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી નામાંકિત 10 જેટલા ડોક્ટરો દ્વારા અને પટેલ લેબોરેટરી દ્વારા ફ્રી સેવા આપવામાં આવી હતી. મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે યોજવામાં આવેલ આ કેમ્પ માં સવારે 8:30 જ દર્દીઓ સારવાર માટે આવી પહોંચ્યા હતા અને બપોર ના 01 વાગ્યા સુધી દર્દીઓની લાઇન રહી હતી.

આ કેમ્પમાં આવેલા દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેના માટે પ્રેસ મીડિયા એસોસિએશન અને ડોક્ટરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા સેવા કેમ્પમાં જોડાયેલા તમામ ડોક્ટર્સ અને સ્ટાફ તેમજ જલારામ મંદિરનો તેમજ મુખ્ય મહેમાન તરીકે આવેલ સિરામિક એસોસિયેશન પ્રમુખ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ ના પ્રમુખ જયંતીભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW