HomeGujaratઘૂટુંના રામકો વિલેજમાં ભૂગર્ભ,પાણી અને રોડની સુવિધા નહી મળે તો રસ્તા રોકવાની...

ઘૂટુંના રામકો વિલેજમાં ભૂગર્ભ,પાણી અને રોડની સુવિધા નહી મળે તો રસ્તા રોકવાની ચીમકી

મોરબી તાલુકાના ઘૂંટુ ગામની હદમાં આવેલા રામકો વિલેજ સોસાયટીમાં રહેતા સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી અસુવિધાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા ગ્રામ પંચાયતથી લઇ જિલ્લા વિકાસ અધિકાર અને કલેકટર સુધી રજૂઆત કરી હતી જોકે નવી સુવિધા તો મળતી નથી પણ અગાઉ જે ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરી  પણ બંધ કરી દેવામાં આવી છે.

આ વિસ્તારમાં પેવરબ્લોક કે ભૂગર્ભ ગટરના પાણીના નિકાલ માટે પાઈપ લાઈન પાથરી ન હોવાથી લોકો જાહેરમાં પાણીનો નિકાલ થઇ રહ્યો છે ચોમાસા દરમિયાન તો કીચડ નું સામ્રાજ્ય છવાઈ ગયા છે અગાઉ સ્થાનિકો દ્વારા આંધળી અને બહેરી  ગ્રામ પંચાયત સુધી તેમની માંગણી માટે કીચડ મહોત્સવ જેવું પ્રતીકાત્મક વિરોધ કરવા છતાં ગ્રામ પંચાયતમના સત્તાધીશો કે તલાટી કમ મંત્રી માં કોઈ સુધારો જોવા મળ્યો નથી સતત વધી રહેલી ફરિયાદ ને કારણે હવે સ્થાનિકોએ રસતા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ગ્રામ પંચાયત 10 દિવસમાં રોડ રસ્તા સફાઈ પાણી અને ભૂગર્ભ સહિતની ફરિયાદના નિવારણ નહી લાવે તો રસ્તા રોકો આંદોલન કરવાંની ચીમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW