મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર આસ્થાગ્રીન સોસાયટી નજીકથી ચાલીને રસ્તો ઓળંગતા મધુબેન ઠાકરશીભાઇ સોળમીયા નામના વૃદ્ધાને GJ-27-K-5232 નંબરના કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધા માથાના ભાગે ગંભીર તથા જમણા પગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

