HomeGujaratદાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની...

દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે રાજયભરમાં શિબિરો યોજાઈ

રાજ્યમાં અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ 6 જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્ર નગર, મોરબી અને મહેસાણામાં આજે ત્રીજા તબક્કા માટે શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છના ભુજમાં ડો. બાબા સાહેબ આંબેડકર ભવન, ખાતે લીડ બેંક કચ્છ – બેંક ઓફ બરોડા દ્વારા આયોજીત શિબિરમાં નાગરિકોને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેલા દાવો ન કરાયેલી થાપણો(Unclaimed Financial Assets) અંગે માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં મુખ્ય અતિથિ દેવરાજભાઈ ગઢવી (ચેરમેન), કચ્છ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્ક-ભુજ, લલિત કુમાર અદલખા, રિજનલ મેનેજર, બેંક ઓફ બરોડા- ભુજ ક્ષેત્ર, દિનેશ કુમાર પરમાર, રિજનલ મેનેજર, ગુજરાત ગ્રામીણ બેન્ક – ભુજ, લીડ બેંક મેનેજર મિતેશ ગામિત, બેન્ક ઓફ બરોડા, લતાબેન – એરિયા ડેવલપમેન્ટ મેનેજર – LIC રાજકોટ, જ્ઞાનેશ્વર પ્રસાદ, રિજનલ મેનેજર, ભારતીય સ્ટેટ બેંક- ભુજ રિજીયન, નિરજકુમાર સિંહ, જિલ્લા વિકાસ અધિકારી-નાબાર્ડ-કચ્છ ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠામાં નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શિબિરનો શુભારંભ એમ. જે. દવે, IAS, જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ જગદીશ મહેરચંદાની, ઉપ મહાપ્રબંધક, બેંક ઓફ બરોડા, મનીષ ભદૌરિયા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બનાસકાંઠા રિજીયન, શર્મિલા શેરલા, જિલ્લા વિકાસ મેનેજર, નાબાર્ડ-બનાસકાંઠા તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદરના બિરલા હોલ, એમજી રોડ, ખાતે આયોજીત શિબિરનો શુભારંભ યશવંતકુમાર સિંઘ, સહાયક મહાપ્રબંધક, ભારતીય સ્ટેટ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો. અનુરાગ બજાજ, શાખા પ્રબંધક, બેંક ઓફ બરોડા, મેઇન શાખા, શીતલ શ્રીવાસ્તવ, જિલ્લા વિકાસ મેનેજર, પોરબંદર તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમ્યાન મંચસ્થ મહાનુભાવો દ્વારા 34 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 52.92 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રિજિયોનલ ઓફિસ ,સુરેન્દ્રનગર ખાતે આયોજીત શિબિરમાં મુખ્ય અતિથિ મેહુલ ભરવાડ (SDM) સહિત મિથિલેશકુમાર,(DGM), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ ક્ષેત્ર, સુભાષ કુમાર ઝા (RM), ભારતીય સ્ટેટ બેંક- સુરેન્દ્રનગર ક્ષેત્ર, મારુતી રંજન તિવારી (RM) ગુજરાત ગ્રામીણ બેન્ક તથા રવી રંજન (RM) બેન્ક ઓફ બરોડા સુરેન્દ્રનગર ક્ષેત્ર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન 27 દાવેદારોને 16.09 લાખના દાવાઓના સર્ટિફિકેટ મંચસ્થ મહાનુભાઓના હાથે એનાયત કરવામાં આવ્યા હતા.

સ્વામિનારાયણ સંસ્કારધામ જી.આઈ.ડી.સી., શનાળા રોડ, મોરબી ખાતે પણ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 19 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 24.05 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા. આ શિબિરનો શુભારંભ વીણા શાહ, ઉપ મહાપ્રબંધક અને હેડ SLBC, બેંક ઓફ બરોડા દ્વારા કરવામાં આવ્યો હતો. શિબિરમાં મોહન ક્રુષ્ણ, ઉપ મહાપ્રબંધક, ક્ષેત્રિય પ્રબંધક- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ધીરજ મહારોત્રા, ઉપ ક્ષેત્રિય પ્રબંધક, બેંક ઓફ બરોડા સુરેન્દ્રનગર ક્ષેત્ર, આદિત્ય નિકમ, જિલ્લા વિકાસ મેનેજર, નાબાર્ડ-મોરબી તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આત્મારામ કાકા ફીઝીયોથેરાપી હોલ મહેસાણા ખાતે લીડ બેંક મહેસાણા – બેંક ઓફ બરોડા દ્વારા આયોજિત શિબિરમાં મુખ્ય અતિથિ હરિભાઈ પટેલ, સાંસદ લોકસભા સાથે મુકેશભાઈ પટેલ ધારાસભ્ય મહેસાણા, રંજીત રંજન દાસ, ઉપમહાપ્રબંધક, બેંક ઓફ બરોડા- અંચલ કાર્યાલય અમદાવાદ, એન.જે.જોશી ક્ષેત્રીય પ્રબંધક ભારતીય સ્ટેટ બેંક- મહેસાણા ક્ષેત્ર, રાજન પ્રસાદ ક્ષેત્રીય પ્રબંધક ગુજરાત ગ્રામીણ બેંક – મહેસાણા ક્ષેત્ર, રાજેશકુમાર સિંગ-ઉપ ક્ષેત્રીય પ્રબંધક, રોમા ધડુક પોલીસ ઈસ્પેકટર મહેસાણા, ગીતા જાગી નાબાર્ડ-મહેસાણા ઉપસ્થિત રહ્યા હતા. અહીં 44 દાવેદારોને 32.77 લાખના દાવાઓના સર્ટિફિકેટ મંચસ્થ મહાનુભાઓના હાથે એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ “આપકા પૈસા, આપકા અધિકાર” અભિયાનનો ભાગ છે, જે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 4 ઓક્ટોબર 2025 ના રોજ ગાંધીનગર, ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW