મોરબીમાં સાગરભાઈ વાંસજાળિયાના સ્મરણાર્થે આગામી તા. 3 થી 5 નવેમ્બર સુધી મોરબીના રવાપર ખાતે વૈદેહી પ્લાઝાની સામે મહાબલી હનુમાનજી મંદિર ખાતે સાગરેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
તેમજ સાગરભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે સાગરેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મોરબીના રવાપર સ્થિત વૈદેહી પ્લાઝાની બાજુમાં મહાબલી હનુમાનજીના મંદિરે 5 નવેમ્બરના રોજ સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા (નથુવડલાવાળા) અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન (વિનય જસાણી) આયોજિત આ રક્તદાન કેમ્પ સિવિલ હોસ્પિટલ રાજકોટ, સિવિલ હોસ્પિટલ મોરબીના થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓના લાભાર્થે યોજાશે સાથે જ ચક્ષુદાન, દેહદાન, ત્વચાદાન જાગૃતિ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. નં. 98253 38645, 70169 06637 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.


