HomeGujaratસૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની બે દિવસીય વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાશે

સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની બે દિવસીય વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાશે

થોડા સમય પહેલા જ મહેસાણામાં ઉત્તર ગુજરાત રિજિયનની વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું. તેની માફક જ જાન્યુઆરી 2026માં 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટ યોજવાનો નિર્ણય કરાયો છે. જેના માટે સ્થળની પસંદગી પણ શરૂ કરી દેવામાં આવી છે. રેસકોર્સ મેદાન, અટલ સરોવર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીમાં ઈન્સપેક્સશન કરાયું છે. તેમાંથી કોઈ એક સ્થળની પસંદગી થઈ શકે છે. મારવાડી યુનિવર્સિટીમાં આ વાઇબ્રન્ટ સમિટ યોજાય તેવી શક્યતા સેવાઈ રહી છે

સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાતા આ વિસ્તારના ઉદ્યોગોને ફાયદો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.જાન્યુઆરીમાં યોજાનારી આ સમિટને લઈ સ્થળની પસંદગી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાપાન, કેનેડા અને યુરોપિયન દેશોને પાર્ટનર કન્ટ્રી બનાવવામાં આવ્યા છે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં એક્સપોર્ટની તક મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW