HomeGujaratબેલાથી ભરતનગરને જોડતા ખોખરાધામ રોડનું કામ ટૂંક સમયમાં થશે શરુ સિરામિક એસોએ...

બેલાથી ભરતનગરને જોડતા ખોખરાધામ રોડનું કામ ટૂંક સમયમાં થશે શરુ સિરામિક એસોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો

મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ઝોન એવા પીપળી જેતપર રોડ માટે મહત્વનો એવો ભરતનગર બેલા રોડ ઘણા સમય થી જર્જરિત હાલતમાં છે આગાઉ આ જગ્યાએ ડામર રોડનું કામ કરાયું હતું પણ વધુ વજનના વાહન ની અવર જવર ના કારણે રસ્તો ગણતરીના દિવસમાં તૂટી ગયા હતા ઉદ્યોગકારોની માંગણી બાદ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા દ્વારા આ વિસ્તારના રોડમાં આરસીસી કામ કરવા રાજ્ય સરકારમાં દરખાસ્ત મૂકી હતી. જે બાદ સરકાર દ્વારા જરૂરી તાંત્રિક અને સૈદ્ધાંતિક મંજુરી આપી જોબ નંબર ફાળવાયા હતા. આબાદમાં આ કામનું ઓનલાઈન ટેન્ડર પણ કરાયું હતું રોડ બનાવનાર એજન્સી ફાયનલ થતા હવે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હોય અને આગામી દિવસમાં તેની કામગીરી શરુ કરવામાં આવશે.

સરકાર દ્વારા આ રોડ ની કામગીરી માટે ઝડપી કાર્યવાહી થતા મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતીયા અને રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલનો અભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW