HomeGujaratમાળિયાના વેજલપરમાં તહેવાર ટાણે જ તસ્કરોના ધામા એક રાતમાં ત્રણ મકાન, 2...

માળિયાના વેજલપરમાં તહેવાર ટાણે જ તસ્કરોના ધામા એક રાતમાં ત્રણ મકાન, 2 મંદિરમાં કરી ચોરી

દિવાળી પર્વને સમયે માળિયા મિયાણા તાલુકાના વેજલપરમાં તસ્કરોએ ધામા નાખ્યા છે અને એક રાતમાં તસ્કરોએ એક સાથે ત્રણ બંધ મકાન અને 2 મંદિરમાં હાથ સાફ કર્યા હતા. આ ઉપરાંત એક મોટર સાયકલની પણ ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવને પગલે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

મોરબી જિલ્લામાં એક તરફ તહેવારોનો માહોલ છવાઈ રહ્યો છે, તો બીજી તરફ જાણે તસ્કરોને જાણે ગામડામાં મોકળું મેદાન મળી ગયું હોય તેમ શહેરી વિસ્તારને મુકી ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ગત રાત્રીના તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામમાં બંધ પડેલા ધર્મેશ ચંદુલાલ કૈલા, કિશોરભાઈ અંબારામ ભોરણીયા અને વિનુભાઈ વિડજાના ત્રણ મકાનો તેમજ એક હનુમાન મંદિર અને રામદેવપીર મંદિરને નિશાન બનાવ્યું હતું, જોકે આ બન્ને મંદિરમાં દાનમાં આવતી રકમ જન્માષ્ટમી પર્વ દરમ્યાન જ કાઢી લીધી હોવાથી તેમાંથી કોઈ વધુ મુદામાલ હાથમાં આવ્યો ન હોવાનું ગ્રામજનો દાવો કર્યો હતો.

તસ્કરોએ જે ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તેમના માલિકો મોરબી રહેતા હોય અને ખેતી કામ માટે જ આવતા હોય જેથી દરેક સ્થળે ખેતી માટે થનારા ખર્ચની રકમ રાખેલી હોય અને તેની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ ધર્મેશભાઈ કૈલાના મકાનમાંથી 45 હજાર તેમજ કિશોરભાઈ અંબારામ ભોરણીયા 38 હજાર રોકડની ચોરી થઇ હતી. આ ઉપરાંત વિનુભાઈ વિડજાના મકાનમાં કોઈ મોટી માલ મત્તા હાથ લાગી ન હતી. આ ઉપરાંત આ તસ્કરો ગામના દેવજીભાઈ ગોલતર નામની વ્યક્તિનું બાઈક પણ ચોરી કરી લઇ ગયા હતા. બનાવ અંગે મકાન માલિક પણ  માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધવા પહોચ્યા હતા. હાલ આ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

આ ગામમાં તસ્કરોએ એક મહિના પહેલા પણ એક બંધ મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે તે મકાનમાં કોઈ પણ માલ સામાન ન હોવાથી ખાલી હોવાના કારણે તસ્કરોને ફોગટ ફેરો થયો હતો. જોકે તે સમયે કોઈ ફરિયાદ ન થતા તસ્કરો બેખોફ બની ચોરી કરવા ત્રાટક્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ગામના સરપંચ હરેશભાઈના જણાવ્યા મુજબ આ તસ્કરોએ ગામની પ્રાથમિક શાળામાં પણ પ્રવેશ કર્યો હતો. રાત્રીના અંધકારનો લાભ લઇ ત્યાં ચા નાસ્તો કર્યો હતો. જયારે ચોરીની ઘટના ની ચર્ચા સામે  આવી ત્યારે ગામ નજીક આવેલી નાની હોટેલના માલિકે ચોરાયેલ બાઈક સાથે ત્રણ શખ્સને જોયા હોવાનો દાવો કર્યો હતો જોકે અન્ય કોઈ મજુર હોવાનું વિચારી ધ્યાન આપ્યું ન હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW