પાકિસ્તાન સાથે સરહદથી જોડાયેલ કચ્છ જિલ્લામાં ઘૂસણખોરીની ઘટના અવાર નવાર બનતી હોય છે ક્યારેક કોઈ સ્થાનિક તંત્રથી હેરાનથી તો ક્યારેક ત્યાં બેરોજગારી અને ભૂખમરાથી ત્રાસી ભારતમાં ઘુસતા હોય છે જોકે અ વખતે એક અલગ પ્રકારના ઘૂસણખોર સામે આવતા ભારે ચર્ચા જાગી છે
પાકિસ્તાનના થર પારકર જીલ્લાના ઇસ્લામકોટ તાલુકાના લસરી ગામના બે સગીર પ્રેમી પંખીડાએ પરિવારના ડરથી આખા દેશની સરહદ પાર કરી બોર્ડરથી 60 કિમી દુર કચ્છના રતનપરના સીમાડે આવેલા સાંગવારી માતા મંદિરે પહોંચી ગયાં હતાં.સ્થાનિકોને તેની ભાષા અને પહેરવેશ આધારે શંકાસ્પદ લાગતા પૂછ પરછ કરતા સમગ્ર ઘટનાની જાણ થઇ હતી જે બાદ ગ્રામજનોએ ખડીર પોલીસને જાણ કરી બન્નેને પોલીસ મથકે લઇ જઇ સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરાઇ હતી. પ્રાથમિક તપાસમાં પરિવારને તેમનો સંબંધ પસંદ ન હોવાની બંને રાતોરાત ઘરેથી ભાગી અહીં પહોંચ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાનના થર પારકર જીલ્લાના ઇસ્લામકોટ તાલુકાના લસરી ગામના બે સગીર મીર સમુદાયના હોય 16 વર્ષીય કિશોર અને 15 વર્ષીય કિશોરી વચ્ચે પ્રેમસંબંધ પરિવારને પસંદ ન હોવાથી ભાગી આવ્યાં. ચાર દિવસ અગાઉ રાત્રિના 12 વાગે તેઓ ઘરેથી પાણી અને થોડુ જમવાનું લઈને નીકળ્યાં હતાં. તેઓ બીજા દિવસે ત્યાં રસ્તામાં આવતા એક ટાપુ પર રાત રોકાયાં હતાં, જ્યાં વરસાદી પાણી પી ને બીજા દિવસે સવારે ત્યાં રણનું પાણી પાર કર્યું હતું.