HomeGujaratમોરબીનો બરવાળા-બગથળા રોડ જર્જરિત હાલતમાં,નવો રોડ બનાવવા માગ

મોરબીનો બરવાળા-બગથળા રોડ જર્જરિત હાલતમાં,નવો રોડ બનાવવા માગ

મોરબી તાલુકાના બરવાળાથી બગથળા ગામને જોડતા રોડની સ્થિતિ  લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે ગામ લોકો દ્વારા અનેક વખત સ્થાનિક વહીવટી તંત્રમાં લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાથી આ રોડ અપરથી પસાર થનારા ગામ લોકોની હાલત દયનીય બની છે આ મુદ્દે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે ડી બાવરવા એ સીએમને સંબોધીને રજૂઆત કરી છે જેમાં આ રોડની દયનીય સ્થિતિનો ચિતાર રજુ કર્યો છે

કેડી બાવરવા એ જણાવ્યું હતું કે મોરબી તાલુકા ના ગામ બરવાળા થી બગથળા ગામ ને જોડતો રોડ જે આજે આઝાદી ના ૭૮વર્ષ થી પણ વધારે વર્ષો થયા હોવા છતાં કાચો રોડ છે.આ રોડ ઉપર બરવાળા થી બગથળા જવા માટે લોકો તેનો ઉપયોગ કરે છે. પરતું ચોમાસામાં આ રોડ ચાલવા લાયક હોતો નથી. બરવાળા ગામ ની બધીજ જરૂરિયાત માટે મોટા ભાગે બગથળા ગામ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. જેવું કે બેંક, પોલીસ સ્ટેશન, હેલ્થ સેન્ટર અને તાલુકા શાળા ના કામો માટે આ રોડ ખુબજ અગત્ય નો છે.

ખેવાળિયા, નારણકા, લુંટાવદર, પીપળીયા વગેરે ગામના લોકો બગથળા ખાતે આવેલ નકલંક ભગવાન ની પ્રસિદ્ધિ જગ્યા ના દર્શન માટે જવા માટે આ રોડ નો ઉપયોગ કરતા હોય છે. જેથી લોકોની જરૂરિયાતને લઇ રોડ  નવો બનાવ માં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW