મોરબીના લીલાપર રોડ વિસ્તારમાં રહેતી એક યુવતીને વિસીપરામાં રહેતા તોફીક ગુલામ હુસેન સુમરા નામના શખ્સ સાથે પ્રેમ સંબધ હતો જોકે બન્ને વ્ચ્ચે કોઈ બાબતે અણબનાવ બનતા યુવતી તેની સાથેના સંબંધ તોડી વાતચીત બંધ કરી દીધી હતી દરમીયાન ગત તા 7 ના રોજ તોફીકે યુવતીને મળવા દબાણ કર્યું હતું યુવતીએ નાં પડતા તેણે ઘરે આવવાની ધમકી આપતા યુવતી તેને મળવા નેહરુ ગેટ ચોક પાસે ગઈ હતી જ્યાં આ શખ્સે છરી બતાવી સંબંધ રાખવા દબાણ કર્યું હતું જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.શરુઆતમાં ગભરાઈ યુવતી ઘરે જતી રહી હતી પરંતુ સમગ્ર ઘટના અંગે પરિવારને જણાવતા પરિવારે હિમત આપતા યુવતીએ આરોપી તોફીક ગુલામ હુસેન સુમરા સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.