માળિયા મિયાણા તાલુકાના તરઘરી ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય રશ્મિકા બેન બીપીનભાઈ પરમાર ગત તા 2 ના રોજ યોજાયેલ ગ્રામસભામાં અનુ સૂચિત જાતિના પ્રશ્નો સાંભળ્યા વિના ગ્રામસભા અદ્ધ વચ્ચે પૂર્ણ કરી દેવા બાબતે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી સાથે ચર્ચા કરતા હતા તે દરમિયાન ગામના ચાર લોકો ભાવેશભાઇ ખીમજીભાઇ સુવારીયા,પ્રકાશભાઇ પ્રેમજીભાઇ ફુલતરીયા બળવંતભાઇ ભીખાભાઇ કુકરવાડીયા ઘેલાભાઇ કચરાભાઇ સુવારીયા ત્યાં આવી પહોચ્યા હતા અને મહિલા સદસ્યનું અપમાન થાય તેવા શબ્દો ઉચ્ચારી ન્યાય સમીતીના અધ્યક્ષ માંથી સસ્પેન્ડ કરાવી નાખીશુ તેમ ઉચા ઉંચા અવાજે બોલી ફરીયાદીને ડરાવી ધાકધમકી આપી ઘર ખાલી કરાવી નાખશુ,ગામમા રહેવા નહિ દઈએ તેવા શબ્દો ઉચ્ચારી અપમાનિત કર્યા અંગે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી જે ફરિયાદ બાદ આજે ગામના પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં એસપી કચેરીએ રજૂઆત કરવા પહોચ્યા હતા એસપીને લેખિત આવેદન પત્ર આપીને ગ્રામ સભા તમામ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા પ્રયાસ કરાયો હોવાનો અને મહિલા સદસ્ય દ્વારા ખોટી ફરિયાદ કર્યાના દાવા સાથે એસપી ને રજૂઆત કરી કાર્યવાહી કરવા માગ કરી હતી