મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા.07/10/2025 મંગળવારના રોજ મેઇન્ટનન્સ કામગીરી માટે વીજકાપ રહેશે.
જેમાં અશ્વમેઘ ઇન્ડ. ફીડર સવારે 8:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી વીજકાપ બંધ રહેશે. આ ફીડરમાં આવતી સોસાયટી પાટીદાર ટાઉનશીપ તેમજ હાઇવે ઉપર આવતા કોમ્પ્લેક્ષોમાં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.
આ ઉપરાંત ટીંબડી જેજીવાય ફીડર સવારે 8:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી વીજકાપ બંધ રહેશે. આ ફીડરમાં આવતા ગામો જુની ટીંબડી, નવી ટીંબડી, જુના ધરમપુર, નવા ધરમપુર તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો માં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.
તેમજ 11 કેવી રીયલ અને ઝિલમિલ ind. ફીડર સવારે 9 :00 થી સાંજે 5:00 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

