વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભે મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ 07 થી 15 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ‘વિકાસ સપ્તાહ’ના શુભારંભે મોરબી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞા અન્વયે બંધુતાની ભાવના સાથે દેશની અખંડિતતા માટે પ્રતિબંધ રહેવા, વિકસિત ભારતની વિભાવનાને સાર્થક કરવા સનિષ્ઠ પ્રયાસો કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને અગ્રતા આપી વોકલ ફોર લોકલ થકી સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા તથા દેશના સંસાધનોનો વિવેક પૂર્વક ઉપયોગ કરવા સહિતના મુદ્દે શપથ ગ્રહણ કર્યા હતા.