મોરબીની ઇદ મસ્જીદ પાછળ મચ્છીપીઠમાં રહેતા અબ્દુલભાઈ કાદરભાઈ ભટ્ટીએ આરોપી મોઇન ગુલામભાઈ મોવર અને જાવેદ રમજાનભાઈ મોવર રહે. બંને વીસીપરા મદીના મસ્જીદ પાસે મોરબીવાળા સામે સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી અબ્દુલભાઈએ આરોપી મોઈનનું અગાઉ ઇગ્લીસ દારૂના ગુનામાં પોલીસ સ્ટેશન માં નામ ખોલેલ હોય જેનો ખાર રાખી મોઇન ગુલામભાઇ મોવર અને જાવેદ રમજાનભાઇ મોવર નામના આરોપીઓએ અબ્દુલભાઈને છાતીમા છરી એક નો ઘા મારી ઇજા કરી, ગાળો આપી માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

