રાજ્યની વિવિધ 9 જિલ્લાની મુખ્ય નગરપાલિકાઓને 1 જાન્યુઆરી 2025થી રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા નો દરજ્જો આપ્યો હતો અને કમિશ્નર ડે કમિશ્નર તેમજ અન્ય અધિકારીઓની નિમણૂક સાથે કાર્યરત પણ થઇ ગઈ હતી 9 મહિનાથી આ તમામ મહાનગર પાલિકામાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે
હાલ રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે આવી સ્થિતિમાં મોરબી સહીત નવ રચિત તમામ 9 મહાનગર પાલિકામાં પણ ચૂંટણીની તૈયારી તેજ થઇ ચુકી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી મહાનગર પાલિકામાં મેયર તરીકે પ્રથમ અઢી વર્ષ માટે પછાત વર્ગ જયારે બાકીના અઢી વર્ષ મહિલા માટે અનામત જાહેર કરવામાં આવી છે
મોરબી ઉપરાંત નવસારીમાં પ્રથમ મેયર જનરલમાંથી અને બીજા એસટી મહિલામાંથી આવશે કરમસદ આણંદના પ્રથમ મેયર મહિલા અને બીજા સામાન્ય વર્ગ માંથી આવશે નડીયાદ પ્રથમ મેયર સામાન્ય જયારે બીજા મહિલા,ગાંધીધામમાં પ્રથમ મહિલા અને બીજા ઓબીસી સમાજના મેયરમાંથી આવશે સુરેન્દ્રનગરમાં મેયર પદ પ્રથમ એસસી સમાજ અને બીજા ઓબીસી મહિલા માટે અનમાત રહેશે વાપીમાં પ્રથમ ઓબીસી અને બીજામાં સામાન્ય વર્ગમાંથી પોરબંદરમાં પ્રથમ સામાન્ય અને ત્યારબાદ મહિલા માટે અનામત કરશે
જોકે હજુ આ પ્રથમ નોટિફિકેશન છે અને કોઈને વાંધા હોય તો તેના માટે વાંધા અરજી પણ મગાવવામાં આવી છે વાંધા અરજી મળે જો સુધારો થશે તો ઓક્ટોબરના અંત સુધીમાં ફાઈનલ નોટીફીકેશન જાહેર થયે સમગ્ર ચિત્ર સ્પસ્ટ થઇ શકે છે