મોરબીના દલવાડી સર્કલ આગળ કેનાલ પાસે ઝુંપડામાં રહેતા અને મૂળ જામવાના વતની કાળુભાઈ મનજીભાઈ ડામોરે આરોપી સી.એન.જી. રીક્ષા ચાલક તથા તેની સાથેના બે અજાણ્યા પુરૂષ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કાળુભાઈ પોતાની મજુરી કામ ઉપર જતા હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ જીઆઇડીસી નાકા પાસેથી નવા બસ સ્ટેન્ડ સુધીમાં સી.એન.જી રીક્ષા ચાલક આરોપીએ પેસેન્જર તરીકે કાળુભાઈને રીક્ષામાં બેસાડી અન્ય બે પુરૂષ આરોપી સાથે બેસાડી કાળુભાઈની નઝર ચુકવી પેન્ટના ખીસ્સામાંથી રોકડ રૂ. 12,000ની ચોરી કરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

