હળવદ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIRના ઉપયોગથી સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા કુલ 25 ફોન શોધી કાઢી અરજદારોને પરત આપ્યા છે.જેમાં હળવદના એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ. આર. ટી. વ્યાસ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા CEIR એપ્લિકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલા મોબાઈલની જરૂરી વિગત મેળવી એપ્લિકેશનમાં અપડેટ કરી અને એપ્લિકેશનનું રોજે રોજનું અપડેટ મેળવી હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ખોવાયેલા કુલ કિંમત રૂ.- 4,76,187ના 25 મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર હળવદ પોલીસે સાર્થક કર્યું.