HomeGujaratવાંકાનેરના વરડુસર ગામે જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

વાંકાનેરના વરડુસર ગામે જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે વરડુસર ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં ગામની ખડીયા નામની સીમમાં સરકારી નર્સરીની પાછળ આવેલ વાડીના મકાનમાં જુગાર રમતા નાથાભાઈ લખમણભાઈ ડોડીયા, હમીરભાઈ ગોવિંદભાઈ ડાભી, સનાભાઇ નરશીભાઈ ઝેઝરીયા, નાજાભાઈ છેલાભાઈ ડાભી, સુરેશભાઈ અરજણભાઈ ડાભી, ભીમાભાઇ ગોવિંદભાઈ ઓળકીયા, સંજયભાઈ બીજલભાઈ ફીસડીયા અને દિગ્વિજયસિંહ નટુભા પરમાર નામના આઠ જુગારીને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.97,020, 4 મોબાઈલ ફોન અને ચાર વાહનો મળી કુલ રૂ. 3,81,020નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW