HomeGujaratખોડીયાર પાર્કના યુવાનોએ ભારતીય સનાતન વૈદિક પરંપરા મુજબ ગરબા કર્યા

ખોડીયાર પાર્કના યુવાનોએ ભારતીય સનાતન વૈદિક પરંપરા મુજબ ગરબા કર્યા

મોરબીમાં ખોડીયાર પાર્ક સોસાયટીના યુવકો દ્વારા આઠમના દિવસે ભારતીય સનાતન વૈદિક પરંપરા અનુસાર રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્રાચીન ગરબા અને રાસ પ્રજા સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં સોસાયટીની યુવકો દ્વારા ભવ્ય રાસનું આયોજન કર્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વર્તમાન નવ યુવા વર્ગને આપણી સમૃદ્ધ સનાતન પરંપરા અને વૈદિક પ્રાચીન રાસ તરફ જાગૃત કરવાનો છે.

યુવકો દ્વારા રજૂ કરાયેલા આ ઐતિહાસિક અને પૌરાણિક રાસ-ગરબા દ્વારા યુવાનોને આપણી સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી બનાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન માત્ર એક ધાર્મિક ઉત્સવ નહોતો, પરંતુ તે સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાનું અને આવનારી પેઢીને તેના મૂળિયાં સાથે જોડી રાખવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW