ટંકારા પોલીસ મથકમાં એનડીપીએસ અને શરીર સબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસે પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓએ ગુનામાં સંડોવાયેલ આરોપી નીજામભાઈ ઇબ્રાહિમભાઈ આમરોણીયા રહે. કલ્યાણપર રોડ, સો-વારિયા પ્લોટ આશાબાપીરની દરગાહ પાસે ટંકારા તા. ટંકારા જી. મોરબી વાળનું પાસા વૉરંટ ઇસ્યુ કરતા પોલીસે આરોપી નીજામભાઈ ઇબ્રાહિમભાઈ આમરોણીયાની ધરપકડ કરી પાસ એક્ટ તળે ડિટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે.

