મોરબીમાં માટી કલા સાથે જોડાયેલા પ્રજાપતિ પરિવારના યુવાને આંખે પાટા બાંધીને પરંપરાગત ચાકડામાં માટીમાંથી માટલા, ગરબા સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરવાનું અદભુત સાહસ કર્યું છે. જો કે શરૂઆતમાં તેમને બંધ આંખે માટીની વસ્તુઓ બનાવવાના કાર્યમાં નાકમિયાબી મળી હતી.
પણ તેમનાથી આ કાર્ય કેમ ન થઈ શકે તેવું મનમાં ધારીને ભારે ધગશ સાથે પ્રયાસો ચાલુ રાખતા અંતે તેમને કામીયાબી મળી હતી અને હવે ખુલ્લી આંખે થતાં સર્જન જેવું જ સર્જન બંધ આંખે પણ કરી શકે છે.
જેથી તેઓએ બંધ આંખે માટલા બનાવવાની પ્રેક્ટીસ શરુ કરી હતી. શરૂઆતમાં ક્યારેક માટલા બને તો ક્યારેક ના પણ બને, પરંતુ તેઓએ હાર ન માની અને સતત પ્રેક્ટીસ કરતા રહ્યા હતા અને આખરે તેમની મહેનત રંગ લાવી છે તેઓ આંખે પાટા બાંધીને માટલા એકદમ ચોક્સાઈથી બનાવી શકે છે.
ભરતભાઈના બહેન આરતીબેને કહ્યું હતું કે,આજના હાઈટેક યુગમાં શિક્ષણનો વ્યાપ વધતા પ્રજાપતિ સમાજના યુવાનો હવે પરંપરાગત વ્યવસાયથી દૂર ભાગવા માંડ્યા હોય માટી કલા લુપ્ત થતી જાય છે. પણ અમારા પરિવારે આ કલાને જીવંત રાખી છે. તેમના ભાઈ બંધ આંખે માટલા બનાવે અને એને જોવા અને શીખવા દૂર દૂરથી લોકો આવે છે. તેમજ આ માટલાની મોરબી અને સૌરાષ્ટ્રમાં તો ઠીક દેશ અને વિદેશમાં પણ ભારે ડિમાન્ડ રહે છે.
આજના યુગમાં દરેક વ્યવસાયમાં આધુનિક યંત્રો આવી ગયા છે. પણ આ માટી કલામાં દેશી અને ચાકડાની જ પરંપરા યથાવત રહી છે.ચાકડો ગોળ ગોળ ફરતો હોય ત્યારે માટીના પીડને હાથેથી આકાર આપવામાં આવે છે. આ રીતે માટીમાંથી માટલા, નાંદ ગરબા , બરણી બાટલા, ગરબા, ઘોઘા, સહિતની અનેક વસ્તુઓ બનાવવાની પ્રજાપતિ કારીગરોની હથરોટી હોય છે. ભરતભાઇએ તેમાં પણ નવીનતા લાવી છે.

