માળિયાના અંજીયાસર ગામે રહેતા ગફુરભાઇ અબ્દુલાભાઇ જેડા નામનો યુવાન ગઈકાલના રોજ મોરબીના મકનસર ગામે શાળાની બાંધકામ કરતો હોય તે દરમિયાન ત્રીજા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

