મોરબીમાં રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા મોરબી શહેર તેમજ આસપાસ વિસ્તારમાં રહેતા રામાનંદી જ્ઞાતિના પરિવારજનો માટે તારીખ 21 ના રોજ રાત્રે 9 થી 11 કલાક દરમિયાન ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ગ્રાઉન્ડ મોરબી- રાજકોટ હાઇવે શકત શનાળા ખાતે રાસ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે .અને આ રાસ ગરબામાં જોડાવવા માગતા ખેલૈયાઓના રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે. રાસ ગરબા મહોત્સવમાં પ્રિન્સ, પ્રિન્સેસ સહિતની વિવિધ કેટેગરી રાખવામાં આવશે જેમાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર જોડીને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. તેમજ સર પ્રાઈઝ ઇનામ પણ રાખવામાં આવ્યા છે. જેમાં રામાનંદી સમાજના પરિવારને બહોળી સંખ્યામાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.તેમ રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ ના પ્રમુખ અરુણાબેન રામાવતે જણાવ્યું હતું.

