મોરબીના જેતપર ગામની કન્યા શાળા નજીક વિસ્તારમાં રહેતા અને મની ટ્રાન્સફર ઓફીસ ચલાવતા જયકુમાર સુરેશભાઈ અમ્રુતીયા બે દિવસ પહેલા ઓફીસનું કામ પૂર્ણ કરી રાત્રે તેની કારમાં ઘરે પરત ફર્યો હતો તે દરમિયાન કેટલાક શખ્સ તેના ઘર પાસે આવીને બોલાચાલી કરતા હતા તેના જ ગામનો પંકજ ગોઠી તથા અન્ય બે અજાણ્યા શખ્સ તેમની માતા ભાઈ અને કાકા સાથે ઝઘડો કરી ગાળો આપતા હોવાથી જય કુમાર ત્યાં પહોચી કેમ ગાળા ગાડી કરો છે તેમ પૂછતાં આશિષને રૂપિયા કેમ નથી આપતો તેમ કહી તેની સાથે ઝપાઝપી કરી તેના ખિસ્સામાં રહેલી કારની ચાવી કાઢી લીધી હતી તેમજ કારમાં રહેલા રૂ 50 હજાર રોકડા ત્રણ મોબાઈલ એમ કુલ 6 લાખનો મુદામાલ લૂંટી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે જયકુમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે જે ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

