મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રહેતા આદમભાઇ યશુખભાઇ શેખ ગઈકાલના રોજ કોઇ કારણોસર રફાળેશ્વર સરકારી સ્કુલમાં ત્રીજા માળેથી પડી જતા ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગાય હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

