મોરબી તાલુકાના ઘૂટું ગામના વતની અને મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા છાત્ર મોક્ષ વિનોદ ભાઈ કૈલા નામના છાત્રએ તેમના કોચ હિનેશભાઈ આર ભાલોડીયાના માર્ગદર્શનમાં ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટીક્સ તાલુકા કક્ષાની સ્પર્ધામાં 1500 મીટર દોડમાં પ્રથમ જયારે 100 મીટર દોડમાં બીજા ક્રમે રહ્યો હતો જયારે આજે હળવદ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની 1500 મીટર દોડમાં પણ પ્રથમ ક્રમ જયારે 100 મીટર દોડમાં બીજા ક્રમે રહ્યો હતો આગામી સમયમાં રાજ્ય કક્ષાની એથલેટીક્સ રમતમાં પણ ભાગ લેશે

