HomeGujaratવરસાદી વિરામ બાદ મનપાએ વિવિધ વિસ્તારમાં રોડ નિર્માણ કામગીરી શરુ કરી

વરસાદી વિરામ બાદ મનપાએ વિવિધ વિસ્તારમાં રોડ નિર્માણ કામગીરી શરુ કરી

મોરબી શહેરમાં દર વર્ષે વરસાદ બાદ રોડ પર ભરાયેલા પાણી અને બાદમાં ખાડાઓની સમસ્યા સામે શહેરી જનો ઝઝુમતા હોય છે આ વર્ષે પણ સ્થિતિ આવી જ રહી છે તમામ મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓએ શહેરીજનોની હાલત બગાડી નાખી છે જોકે વરસાદે વિરામ લેતા જાણે મનપાએ રોડની મરમતની કામગીરી શરુ કરી હોય તેમ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદને પગલે અટકેલા સીસી રોડ તેમજ ડામર રોડની કામગીરી ફરી એકવાર શરુ કરી છે જેમાં હાલ રૂ. 1.76 કરોડના ખર્ચે તૈયાર થનાર કેસર બાગથી એલ ઈ કોલેજ રોડનું કામ ફરી શરૂ કરાયું છે અગાઉ આ રોડનું 350 મીટર જેટલો ભાગ રોડના તળિયાના ભાગમાં મજબુતી માટે WBM વર્ક, કૃષ્ણા સ્કૂલ થી એસપી રોડ સુધીનો સીટી રોડ નું પણ કામ શરૂ કરાયું છે જેનું 100 મીટર નું ડબલુ બીએમ વર્ક પૂર્ણ કરાયું છે આ ઉપરાંત 57.96 લાખના ખર્ચે ચિત્રકૂટ સોસાયટી ની શેરી નંબર એક બે ત્રણ ના સીસી રોડની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે રૂપિયા 50.5055 લાખના ખર્ચે કેદારીયા હનુમાન થી સેન્ટ મેરી સ્કૂલ સુધીના રોડનું કામ માં હાલ 300 મીટરનું પીસીસી વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત સામા કાંઠા વિસ્તારના ચામુંડા નગર વિસ્તારમાં રૂપિયા 18.61 લાખના ખર્ચે તૈયાર થનારા સીસી રોડનું 100 મીટરનો પીસીસી કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW