HomeGujaratભારે વરસાદથી પાક નુકશાનીનો સર્વે કરવા માળિયાના 5 ગામના ખેડૂતોની માગ

ભારે વરસાદથી પાક નુકશાનીનો સર્વે કરવા માળિયાના 5 ગામના ખેડૂતોની માગ

મોરબી જિલ્લામાં ગયા સપ્તાહે થયેલા ભારે વરસાદને પગલે વિવિધ જળાશયમાં પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી આ પાણી છોડવાના કારણે માળિયા તાલુકાના કેટલાક ગામમાં પાણી ખેતરમાં ભરાઈ ગયા હતા એક તરફ વધુ પડતા વરસાદને પગલે પાણી ભરાયેલ હતા ત્યાં ઘોડાધ્રોઈ ડેમ તેમજ નર્મદા કેનાલના પાણી ઘુસતા પાકને મોટા પાયે નુકશાન થયું હતું. જેને પગલે અનેક ગામમાં ખેડૂતોના મોઢેથો કોળીયો છીનવાયો હોય તેવી સ્થિતિ બની હતી જેથી ખેડૂતો પાક નુકશાની વળતરની માગણી કરી રહ્યા છે અને આ માટે ખેતીવાડી વિભાગ દ્વારા વહેલી તકે સર્વે કરે તે જરૂરી છે આ મુદે માળિયા મિયાણા તાલુકાના માંણાબા,સુલ્તાનપુર,કૃષ્ણનગર,સહિતના 5થી વધુ ગામની ગ્રામ પંચાયત દ્વારા પત્ર લખી વહેલી તકે પ્રાર્થમિક સર્વે કરવામાં આવે તેવી માગણી કરી છે

આ મુદે જિલ્લા ખેતી અધિકારી ડો હસમુખ ઝીઝવાડિયાએ જણાવ્યું હતું કે જે પણ ગામની સર્વે માટેની રજૂઆત આવી છે ત્યાના ગ્રામ સેવકોને સુચના આપી દેવામાં આવી છે જોકે જ્યાંથી માગણીઆવી છે ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે જેથી પાણી ઓસર્યા બાદ સર્વે થઇ શકશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW