મોરબી હળવદ રોડને માર્ગ મકાન વિભાગ દ્વારા ફોરલેન કરવની કામગીર ચાલી રહી છે અ રોડ પર આવતા ઘૂંટુ ગામમાં રોડની બન્ને તરફ વસ્તી હોય જેના કારણે વાહનોની સતત અવર જવર રહેતી હોય તેમજ અહી વાહનો વધુ સ્પીડમાં હોય તેમજ અહી સ્ટ્રીટ લાઈટ ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે સાથે સાથે જીવલેણ અક્સમાતનું જોખમ રહેલ છે. ત્યારે આ બાબતે ગ્રામ પંચાયતે માર્ગ મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરી નવ સર્જન સ્કુલથી ડામાં ડાડા સુધી સ્ટ્રીટ લાઈટ લગાવવા માંગણી કરી છે.

