HomeGujaratમાળીયા પીપળીયા રોડના નર્મદા કેનાલ બ્રિજ ઉપર 15 દિવસ સુધી ભારે વાહનોના...

માળીયા પીપળીયા રોડના નર્મદા કેનાલ બ્રિજ ઉપર 15 દિવસ સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

મોરબીમાં માળિયા શાખા નહેર નર્મદા કેનાલ SHRB પુલની સાંકળ 136.775 કિ.મી પર આવેલ સ્ટેટ હાઇવેના ક્રોસિંગ પૂલ કે જે માળીયા પીપળીયા જામનગર સ્ટેટ હાઇવે પર 0/400 જે માળીયા થી મોરબી કચ્છ હાઇવે તરફ રેલવે ફાટકની પાસે આવેલું છે, તે બ્રિજનું ઇન્સ્પેક્શન કરતા આ બ્રિજ હાલ ઉપયોગમાં લઈ શકાય તેવી અવસ્થામાં ન હોવાથી આ બ્રિજના નવા બાંધકામની પ્રક્રિયા ચાલુ હોવાથી 15 દિવસ સુધી ભારે ટ્રક કે અન્ય ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અન્વયે વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર થી આવતા વાહનો ધ્રોલ થી પડધરી મીતાણા ટંકારા થઈને મોરબી આવી શકશે તથા ધ્રોલથી નેશનલ હાઇવેના ચાર માર્ગીય રસ્તાથી પીપળીયા ચોકડી થી મોરબી અને કચ્છ જઈ શકશે. કચ્છ તરફથી આવતા વાહનો મોરબી બાયપાસ થી પીપળીયા ચોકડી થી નેશનલ હાઇવેના રસ્તા પરથી આમરણ ધ્રોલ થઈને જામનગર જઈ શકશે તથા મોરબી થી મીતાણા પડધરી થઈને ધ્રોલ જામનગર જઈ શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW