ટંકારા પોલીસને મળેલ બાતમીના આધારે સજજનપરથી ઘુનડા તરફ જતા રસ્તા નજીક દરોડો પાડ્યો હતો.જ્યાં તળાવના કાચા માર્ગે ખારાવાડ નાલા પાસે બાવળના ઝુંડમાં જાહેરમાં જુગાર રમતા મનોજભાઇ ચુનીલાલભાઇ ઠાકર, વિશાલભાઇ દેવદાનભાઇ ડાંગર અને ભાવેશભાઈ ભગવાનજીભાઈ મેરજાને પોલીસે પકડી લીધા હતા, જયારે અન્ય બે શખ્સ માધવભાઈ ભાલોડીયા અને હિરેનભાઈ ચામડીયા ઘટના સ્થળેથી નાસી ગયા હતા. તે શખ્સો પાસેથી કુલ રુ. 1,59,800નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

