HomeGujaratજિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો મોરબી- માળિયામાં 1.5 ટંકારા- હળવદમાં 1-1 વાંકાનેરમાં...

જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો મોરબી- માળિયામાં 1.5 ટંકારા- હળવદમાં 1-1 વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ

હવામાંન વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લામાં આ સપ્તાહ દરમિયાન મધ્યમ થી લઈ ભારે વરસાદ ની આગાહી કરી છે અને કેટલાક જિલ્લામાં તેની અસર પણ જોવા મળી રહી છે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે સૌરાષ્ટમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે  અને તેમાં મોરબી જિલ્લો પણ બાકાત રહ્યો નથી 12 દિવસના વિરામ બાદ મોરબી જિલ્લામાં ફરી એકવાર મેઘરાજા ની એન્ટ્રી થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી તડકા છાંયડા ભર્યા માહોલ ને કારણે ઉકળાટ ભર્યો વાતાવરણ રહેતું હતું તો કેટલાક દિવસે આકરો તડકો પણ જોવા મળ્યો હતો આવા મિશ્ર વાતાવરણ વચ્ચે ગુરુવારે આખો દિવસ તડકો અને ગરમી ભર્યા માહોલ વચ્ચે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સૌ પ્રથમ હળવદ અને માળિયા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો ત્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો બાદમાં મોરબી વાંકાનેર અને ટંકારામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો 12 દિવસના વિરામ બાદ થયેલા વરસાદ પગલે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી
જિલ્લા કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલા આંકડા મુજબ મોરબી શહેર અને ગ્રામ્ય તેમજ  માળિયા તાલુકા વિસ્તારમાં 39 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે હળવદમાં 29 મીમી ટંકારામાં 29 મીમી અને વાંકાનેરમાં માત્ર 16 મીમી વરસાદ નોંધાયો હતો.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW