ટંકારા રાજકોટ હાઈવે પર આવેલ હરબટીયાળી ગામ પાસે ગત તા 23 ઓગસ્ટના બપોરના સમયે ભાઇ મહમદસાહીલ ઈબ્રાહીમભાઈ શાહમદાર તેની GJ03BU-3747 લઈને જતા હતા તે દરમિયાન પુર ઝડપે આવેલી GJ15CB-9808 નંબરની કારના ચાલકે પાછળથી ઠોકર મારી હતી આ ઘટનામાં રીક્ષા પલટી મારી ગઈ હતી અને ચાલક સાહિલ રીક્ષા નીચે દબાઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે બનાવ અંગે મૃતકના ભાઈએ ટંકારા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી અને તેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

