HomeGujaratટંકારાના વાછકપરમાં માતાએ બે સંતાનો સાથે દવા પીધી પુત્રનું મોત,

ટંકારાના વાછકપરમાં માતાએ બે સંતાનો સાથે દવા પીધી પુત્રનું મોત,

ટંકારા તાલુકાના વાછકપર ગામમાં કૃપાલીબેન હીરાલાલ અને તેમના પતિ હિરાલાલ સાકરિયા વચ્ચે એક સપ્તાહ પહેલા રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ તેઓને લાગી આવતા કૃપાલીબેને પોતે દવા પી લીધી હતી અને ગંભીર હાલત થઇ હતી તેમના સંતાન  15 વર્ષના પુત્ર હરદેવ તેમજ પુત્રી આરવી જોઈ જતા તેઓએ પણ બાકીની દવા પી લીધી હતી જેથી તમામને ગંભીર હાલતમાં પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જયાથી વધુ સારવાર માટે સિનર્જી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા એક સપ્તાહ સુધી ચાલેલી સારવાર દરમિયાન 15 વર્ષીય પુત્ર હરદેવનું મોત નીપજ્યું હતું.જયારે કૃપાલીબેન અને આરવીની હાલત હજુ ગંભીર હોવાથી તેઓની સારવાર ચાલી રહી છે બનાવની જાણ થતા ટંકારા પોલીસની ટીમ ખાનગી હોસ્પિટલ પહોચી હતી અને ઘટના અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ  ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW