વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ઘણા રોડ વર્ષોથી મરમ્મત ના અભાવે જર્જરિત હાલતમાં હતા જેને નવા બનાવવા વિવિધ ગામમાંથી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને મળેલી ફરિયાદ ને ધ્યાને લઇ ધારાસભ્ય દ્વારા આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્યાને લઇ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની સુચના આધારે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા વાંકાનેર તાલુકાના વિવિધ ગામને જોડતા કોઠી થી શોભલા મંદિર રોડ 1 કિ.મીના રોડ માટે રૂ.1 કરોડ 50 લાખ , લુણસર થી ગાંગીયાવદર રોડ 5 કિ.મી રૂપિયા 5 કરોડ, અમરગઢ એપ્રોચ રોડથી જોઈનીંગ રાજકોટ અમરગઢ રોડ ભીંચરીને જોડતા 1.30 કિ.મી રોડ માટે રૂપિયા 80 લાખ.અને રતનપર થી વિજયનગર જોડતા 3 કિ.મીના રોડ માટે રૂ 2.80 કરોડ એમ કુલ 10.10 કરોડ મંજુર કર્યા છે જે અંગેનો જોબ નંબર સબંધિત વિભાગ દ્વારા ફાળવવામાં આવતા જીતુભાઈ સોમાણીએ તેમના મત વિસ્તારના નાગરિકો વતી રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો

