ટંકારાના ઘુનડા (સજનપર) ગામે રહેતા મુક્તાબેન ચંદુલાલ બરાસરાએ આરોપી રમેશભાઈ દેવાભાઈ જારીયા રહે. ઉમીયનગર સોસાયટી રવાપર ઘુનડા રોડ મોરબીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મુક્તાબેનના દિકરા ધર્મેશે ધંધા અર્થે આરોપી પાસેથી રૂ. 15,00,000 10%ના વ્યાજ પેટે લીધેલ હોય મુક્તાબેનના દિકરા ધર્મેશે અઢાર માસ સુધી વ્યાજ પેટે કુલ રૂ. 27,00,000 ચુકવી આપેલ હોય ત્યાર બાદ મુક્તાબેનનો દિકરો બીમારી સબબ મરણ જતા આરોપી મુક્તાબેન પાસે વ્યાજવા રૂપીયાની માંગણી કરી હતી.
જેથી મુક્તાબેને બે વર્ષ સુધી વ્યાજવા પેટે કુલ રૂ. 36,00,000 તથા મુદલ રૂ. 15,00,000 ચુકવી આપેલ હોય આમ ફરીયાદી તથા ફરીયાદીના દિકરા મરણજનાર ધર્મેશે આરોપીને કુલ રૂ. 78,00,000 ચુકવી આપેલ હોય તેમ છતા આરોપી મુક્તાબેન પાસે અવાર-નવાર વ્યાજવા રૂપીયાની ફોનમાં તેમજ ઘરે આવી પઠાણી ઉધરાણી કરતા હોય તેમજ મુક્તાબેન તથા મુક્તાબેનના પતિ ચંદુલાલએ આપેલ સહી વાળા કોરા ચેકો બેંકમાં નાખી ચેક રીર્ટનનો કેશ કરી વ્યાજના રૂપીયાની પઠાણી ઉધરાણી કરતો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

