મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડને સંયુકત રાહે બાતમી મળી હતી કે, અતુલભાઇ રતિલાલભાઇ વસીયાણી રહે.કેરાળા (હરીપર) તા.જી.મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતીનો જુગારનો અખાડો ચલાવે છે. જેવી ચોક્ક્સ બાતમીના આધારે પોલીસે મોરબીના કેરાળા (હરીપર) ગામે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરી હતી. જ્યાં તીનપત્તીનો જુગાર રમતા નિલેષભાઇ નરભેરામભાઇ વિરપરીયા, નવીનભાઇ ભુરાભાઇ પાંચોટીયા અને જગદીશભાઇ જીવરાજભાઈ ભાલોડીયાને રોકડ રૂ.1,20,500ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય એક શખ્સ અતુલભાઇ રતિલાલભાઇ વસીયાણી સ્થળ પરથી નાસી જતા પોલીસે તેને ફરાર બતાવી તે તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

