મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે મોરબીના વજેપરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા એજાજ ઉર્ફે પીંગો અનવરભાઇ ભલુર, વિજયભાઇ મનોજભાઇ મકવાણા અને અશ્વિનભાઇ ટીડાભાઇ ખુંગાને રોકડ રૂ.10,300ના મુદામાલ સાથે ઝડપી પાડી પોલીસે તે ત્રણેય જુગારી વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

