HomeGujaratમોરબીમાં વજેપરની હદમાં બનતા બિલ્ડિંગમાં રસ્તા પર દબાણ કરી બિલ્ડરે બાંધકામ કર્યાનો...

મોરબીમાં વજેપરની હદમાં બનતા બિલ્ડિંગમાં રસ્તા પર દબાણ કરી બિલ્ડરે બાંધકામ કર્યાનો આક્ષેપ

મોરબીના રવાપર ગામ અને આસપાસની રેવન્યુ વિસ્તારોમાં અવારનવાર ગેરકાયદેસર બાંધકામને લઈ ફરિયાદો ઉઠતી રહે છે. ફરિયાદ બાદ કેટલાક કિસ્સાઓમાં પગલાં લેવાય છે તો કેટલાક કિસ્સાઓમાં આંખ આડા કાન કરી લેવામાં આવતા હોવાના ભૂતકાળમાં થયેલા આક્ષેપો વચ્ચે ફરી એકવાર બિલ્ડર સામે રસ્તા પર દબાણ કરીને બાંધકામ કરવાના આક્ષેપો લાગ્યા છે આ અંગે પાસેની સોસાયટીના પ્રમુખ દ્વારા મહાનગરપાલિકામાં લેખીત રજૂઆત કરવામાં આવી છે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલી સંસ્કાર રેસીડેન્સી માં આવેલા શિવાલિક ટાવરના પ્રમુખ અનિલભાઈ પનારા એ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે જેમાં ક્રિષ્ના સ્કૂલ થી એસપી રોડ ને જોડતા રોડ પર શિવાલીક ટાવર સામે હાલ પ્રમુખ એવન્યુ હોમ નામના બહુમાળી ઈમારતનું કામ ચાલી રહ્યું છે આ ટાવર વજેપર ગામની હદમાં સર્વે નંબર 1101 પૈકી 3 માં આવે છે જેના ખાતેદારનું નામ ભરત ભગવાનજીભાઈ બોપલિયા છે હાલ જે બાંધકામ થઈ રહ્યું છે તે નિયમો મુજબ કરવામાં આવી રહ્યું ન હોવાના આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે તેઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ બાજુ થી 20 ફૂટ જગ્યા મૂકીને બાંધકામ કરવાનું હોય પરંતુ બિલ્ડર દ્વારા રસ્તા મુકવામાં આવેલ નથી 20 ફૂટ રવાપર ગામ તળ અને 20 ફૂટ વજેપર ગામ તળ એમ કુલ 40 ફૂટ પહોળો રોડ હોવો જોઈએ પરંતુ બિલ્ડરે માત્ર પાંચ ફૂટના રોડને છોડી બાકીની જગ્યા પર પતરા લગાવીને ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું છે જેના કારણે ત્યાં રહેતા લોકોને હાલાકી પડી રહી છે ત્યારે આ મુદ્દે મનપા કમિશનર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW