શાળામાં તોડફોડની ઘટના બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી
અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કુલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા એક છાત્રને શાળામાં ધક્કામુક્કી બાબતે ધોરણ ૮ ના છાત્ર સાથે બોલાચાલી થઇ હતી જે વાતનો ખાર રાખી ધોરણ 8 ના છાત્રે શાળાની ગેટ બહાર તિક્ષણ હથીયારના ઘા ઝીકી દેતા બાળકને ગંભીર હાલતમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ બાદ શાળા બહાર ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી મોટી મૃતક બાળકના પરિજનો અને સમાજના લોકો સાથે રાખી મોટી સંખ્યામાં શાળાએ આવી પહોચ્યા હતા અને શાળાના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ સાથે મારામારી કરી હતી તેમજ શાળામાં પણ તોડફોડ કરી હતી ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ પહોચી હતી પરંતુ હાજર લોકોનો આક્રોશ શાંત કરી શકી ન હતી પોલીસે ટોળાને શાળામાં પ્રવેશ કરતા રોકવા પ્રયાસ કરતા રીતસર ધક્કામુક્કી પણ સર્જાઈ હતી સ્થિતિ કથળતા પોલીસે હળવો લાઠી ચાર્જ કરાયો હતો બનાવ બાદ ઘટનાને અંજામ આપનાર વિધાર્થી વિરુદ્ધ જુવેનાઇલ એકટ મુજબ અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દિવસ દરમિયાન ચાલેલા આ હંગામા બાદ મૃતકની સાંજના સમયે અંતિમ યાત્રા નીકળી હતી જેમાં 2000થી વધુ લોકો યાત્રામાં જોડાયા હતા અને મૃતક છાત્રને ન્યાય આપવાની માંગણી સાથે સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા ઘટનામાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ડીસીપી એસીપી પી આઈ સહિતનો મોટો કાફલો પણ જોડાયો હતો અને ઇસન પુર ખાતે મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

