HomeGujaratમોરબી મનપા એ ગાંધી ચોક વિસ્તારની જૂની ઇમારતનો જોખમી ભાગ તોડી પાડ્યો

મોરબી મનપા એ ગાંધી ચોક વિસ્તારની જૂની ઇમારતનો જોખમી ભાગ તોડી પાડ્યો

મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા ગાંધી ચોક થી સનાળા તરફ જતા રોડ પર શ્રીરામ ચશ્મા ઘર પાસેની એક જૂની ઈમારત જોખમી બનતા આજે મનપા તંત્ર દ્વારા તેના સહિતના જોખમી ભાગને ઉતારી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત મનપા તંત્ર દ્વારા આ વિસ્તારમાં અન્ય જોખમી ઈમારતોનું પણ તપાસણી કરી છે જેમાં અન્ય કોઈ ઇમારત જરૂર પડીએ દૂર કરવાની પણ તંત્ર દ્વારા તૈયારી દેખાવમાં આવી છે
મોરબી શહેર અને આસપાસમાં અલગ અલગ જગ્યાએ જૂની જર્જરીત ઈમારતો આવેલી છે જે ઇમારતો તોડવાની સમયાંતરે મોરબી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અગાઉ પણ શહેરના અલગ અલગ વિસ્તારોની જૂની પુરાણી જર્જરીત ઇમારતો દૂર કર્યા બાદ આજે વધુ એક ઇમારતનો જર્જરિત ભાગ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરના ગાંધી ચોકથી શનાળા રોડ તરફ જતા રોડ પર  આવેલા રામ ચશ્મા ઘર ની પાસે  જૂની ઈમારત  આવેલી  હોય જેમાંથી અવારનવાર પોપડા પડતા હોવાની સ્થાનિકો તરફથી ફરિયાદો મળી હતી. હાલ ચોમાસાની સાથે સાથે તહેવારોની સિઝન પણ ચાલી રહી છે જન્માષ્ટમી પર્વની શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળવાની છે અને આ શોભાયાત્રા જુનવાણી ઇમારતની પાસેથી જ પસાર થવાની હોય જેથી સુરક્ષાના ભાગરૂપે મનપા તત્ર તંત્ર દ્વારા આ ઈમારતનો જર્જરિત ભાગ જેસીબીથી દૂર કરવામાં આવ્યો હતો.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW