વાંકાનેર શહેરમાં અમરસિંહજી હાઈસ્કૂલ પાસે જન્માષ્ટમી મેળાની તૈયારીઓ ચાલી રહી હોય તેવામાં ગઈકાલના રોજ મેળાના મેદાનમાં રમતી ઉર્વશીબેન અજયભાઈ મુંધવા નામની બાળકી મેદાનમાં રહેલ ખુલ્લા વીજ વાયરને અડી જતા વીજ શોક લાગવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

